મંગળાચરણ
• પાઠ: મંગળાચરણ
• प्रतिभागी वाचन:
• વક્તા विवेचन:
પ્રસ્તાવના — સ્કંધ, અધ્યાય અને શ્લોકનો પરિચય
• પાઠ: નથી
• प्रतिभागी वाचन:
• વક્તા विवेचन: આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ ભાગવતશાસ્ત્રનો અર્થ છે, જેમાં ૧૨ સ્કંધ છે. પ્રથમ સ્કંધ અધિકાર લીલા છે, દ્વિતીય સ્કંધ સાધન લીલા જે જોઈ ગયા, અને તૃતીય સ્કંધ સ્વર્ગ લીલા છે, જેનું અવગાહન થઈ રહ્યું છે. તેમાં પ્રકરણમાં બંધ સૃષ્ટિ (૧ થી ૧૯ અધ્યાય) અને મુક્ત સૃષ્ટિ (૨૦ થી ૩૩ અધ્યાય) આવે છે. મુક્ત સૃષ્ટિમાં ૨૧ થી ૨૫ કર્દમની મુક્તિના અને ૨૫ થી ૩૩ અધ્યાય દેવહૂતીની મુક્તિના છે. અત્યારે ૩૧ અધ્યાયનું અધ્યયન થઈ રહ્યું છે. આ અધ્યાયમાં ૧ થી ૪ શ્લોકમાં ગર્ભ અવસ્થા, ૫ અને ૬ માં અધિભૌતિક દુઃખ, ૭ માં આધ્યાત્મિક દુઃખ, ૮ માં અધિદૈવિક દુઃખ બતાવ્યું છે. ૯ માં શ્લોકમાં ભગવત ઈચ્છાથી જીવને પૂર્વજન્મનું સ્મરણ અને સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે. ૧૦ થી ૧૬ માં જીવ ઉદરમાં સ્તુતિ કરે છે, ૧૭ થી ૧૯ માં દિન થઈને બહાર આવવા પ્રાર્થના કરે છે. ૧૯ માં શ્લોકમાં પુરાણ પુરુષનું આંતરબાહ્ય દર્શન કરે છે. ૨૦ માં બહાર લઈ આવવા માટે પ્રાર્થના કરે છે, કારણ કે દેવની માયાનો સ્પર્શ થતા મિથ્યા બુદ્ધિવાળો થાય છે અને સંસાર ચક્રને પ્રાપ્ત થાય છે. ૨૧ માં જીવની સ્વરૂપ સ્થિતિ જણાવી. ૨૨ થી ૨૬ માં જીવ બહાર આવ્યા પછી સ્થૂળ દેહની પ્રાપ્તિ થાય છે અને અધ્યાસો લાગીને રુદન કરે છે. ૨૮ માં પૌગંડ અવસ્થા, ૨૯ માં કામ થાય છે. ૩૦ અને ૩૧ માં 'હું અને એ મારું' એવી દ્રઢ બુદ્ધિ થવાને કારણે અજ્ઞાની થઈને કર્મ કરે છે અને જન્મમરણરૂપ સંસાર પ્રાપ્ત કરે છે.
શ્લોક ૩૨-૩૩ — દુષ્ટોના સંગથી થતો નાશ
• પાઠ: સુબોધિની શ્લોક ૩૨-૩૩
• प्रतिभागी वाचन:
• વક્તા विवेचन: આ ઉપરાંત જો દુષ્ટોનો સંગ થાય તો નાશ પામેલો જ હોય એમ નીચેના શ્લોકથી કહે છે. આગળ જોયું કે અજ્ઞાની જીવ દેહાભિમાનવાળો છે અને પાછો તેને દુષ્ટોનો સંગ થાય તો તે નાશ પામેલા જીવો થાય છે. દુષ્ટોના સંગની જીવ પર કેટલી અસર પડે છે તે બતાવી રહ્યા છે. **શ્લોકાર્થ:** જેઓના સંગથી સત્ય, સૌચ, દયા, મૌન, બુદ્ધિ, શ્રી, રી, યશ, ક્ષમા, સમ, દમ અને ભગ એમનો નાશ થાય છે, તેવા શિશ્ન અને ઉદર માટે ઉદ્યમ કરનારા દુષ્ટોની સાથે રહી ફરી જંતુ સંસારના માર્ગમાં રમણ કરે તો પહેલાની પેઠે નરકમાં પડે છે. **સુબોધિનીજીના વિવરણ અનુસાર:** 'ફરી એટલે શું બોલીએ કે ફરી પછી' એટલે કે ઉપર ગયેલા સંસારના માર્ગમાં જ દુષ્ટોની સાથે રહી રમણ કરે તો પહેલાની પેઠે નરકમાં પડે છે. શ્રીમહાપ્રભુજી કહે છે કે તેવી રીતે અહીંયા પણ પહેલાની જેમ તેને પણ નરક પ્રાપ્ત થશે. **સુબોધિનીજીમાં આગળ:** 'અથવા અસદ પીહી દુષ્ટોના' એમ છઠ્ઠી વિભક્તિના અર્થમાં ત્રીજી યોજેલી જાણવી. શિશ્ન અને ઉદર માટે ઉદ્યમ કરેલો છે જેમણે, ભગવાન માટે કરેલો નથી, એ દુષ્ટોનું લક્ષણ છે. આથી એમ કહેલું છે કે ગૃહસ્થો સર્વ દુષ્ટ છે. જો બીજાઓ પણ આવા હોય તો તેઓ ઘણા જ દુષ્ટ છે. આથી એમ કહેલું છે કે જે ન છૂટકે સંસારના માર્ગમાં રહેતો હોય અને તેમાં રમણ કરતો ન હોય તે બેયનો નાશ થતો નથી. **જંતુ પદનું વિવરણ:** 'જંતુ' શબ્દ હંમેશાં એવું બતાવે છે કે તે ઓછી બુદ્ધિવાળો હોય છે. ઓછી બુદ્ધિવાળો હોવાને કારણે તેને દુષ્ટોનો સંગ થઈ જાય છે. તે સંગ થવાથી તે સંસારમાં રમણ કરે છે.
શ્લોક ૩૩ — પુરુષના ૧૨ ગુણોનો નાશ
• પાઠ: સુબોધિની શ્લોક ૩૩
• प्रतिभागी वाचन:
• વક્તા विवेचन: દુષ્ટોના સંગનો દોષ ૩૩ માં શ્લોકમાં કહે છે. પુરુષમાં ૧૨ ગુણો મોક્ષ માટે જરૂરી છે કે જેમનાથી મોક્ષ પ્રાપ્ત થાય. તેઓના એટલે કે દુષ્ટોના સંગથી નાશ થતો હોવાથી તેમને ગણાવે છે. **૧. સત્યમ:** કાયા, વાણી અને મનના યથાર્થતાનો નાશ થાય છે. એટલે કે કાયાથી સત્યનું આચરણ ન થાય, વાણીથી સત્યનું ઉચ્ચાર ન થાય અને મનથી સત્યનું ચિંતન ન થાય. **૨. સૌચ:** પવિત્રપણાનું તેમ જ થાય છે, એટલે મન, વાણી અને કાયાનું પવિત્રપણું પણ જરૂરી છે. **૩. દયા:** બીજાના દુઃખનો નાશ કરવાની ઈચ્છા. **૪. મૌન:** નકામી વાતચીત ન કરવી તે, જેમ શ્રીમહાપ્રભુજી કહે છે કે વૃથાલાપ ન કરવો, અસદાલાપ ન કરવો. **૫. બુદ્ધિ:** ભગવાનના સંબંધવાળી અથવા સત્પુરુષોના સંબંધવાળી બુદ્ધિ. **૬. શ્રી:** ધન અને શોભા. **૭. રી:** લજ્જા. **૮. યશ:** કીર્તિ. **૯. ક્ષમા:** શાંતિ. **૧૦. સમ:** મનને વશ રાખવું તે. **૧૧. દમ:** ઇન્દ્રિયોને વશ રાખવી તે. **૧૨. ભગ:** ભાગ્ય, ઐશ્વર્ય વગેરે ભગવાનના ગુણો. આ ગુણો દુષ્ટોના માત્ર સંગથી જતા રહે છે. જો પુરુષ જે મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તો એને આ દુષ્ટોનો સંગ ન કરવો. **પ્રશ્ન:** 'ભગ' એટલે શું? શું તે ભગવાનના અંશભૂત ઐશ્વર્યાદિ ગુણો જીવમાં પણ હોય છે? **ઉત્તર:** હા, ભગ એટલે ભાગ્ય ઐશ્વર્ય વગેરે ભગવાનના ગુણો. ભગવાનના અંશ હોવાથી અંશભૂત જે ઐશ્વર્યાદિ તો જીવમાં પણ હોય છે, તો એનો પણ અહીંયા સંગદોષથી નાશ થાય છે.
શ્લોક ૩૪ — મોક્ષ ઈચ્છનારે દુષ્ટોનો સંગ ન કરવો
• પાઠ: સુબોધિની શ્લોક ૩૪
• प्रतिभागी वाचन:
• વક્તા विवेचन: મોક્ષ ઈચ્છનારે દુષ્ટોનો સંગ ન કરવો એમ નીચેના શ્લોકથી કહેતા તેઓના એટલે કે સત્પુરુષોથી ભેદ કહે છે. **શ્લોકાર્થ:** શાંતિ વિનાના, મૂઢ અંતઃકરણનો નાશ કરેલા અથવા અનાચારી, તે સ્ત્રીઓના રમકડા રૂપ અને શોક કરવા પાત્રનો સંગ ન કરવો. **વિવરણ:** જેમ ભગવાનના સંબંધવાળા ઉત્તમ ભક્તો છ ગુણવાળા હોય છે, એવી રીતે દુષ્ટો પણ છ દોષવાળા, દુષ્ટતાના કારણરૂપ અધમપણાને પ્રાપ્ત થયેલા હોવાથી તેમના છ દોષો કહે છે. **૧. અશાંતિ:** તેઓના અંતઃકરણમાં કોઈપણ સમયે શાંતિ નથી રહેતી, આથી તેઓમાં સત્વગુણ ન હોવાનું કહ્યું. સત્વગુણનો અભાવ હોવાને કારણે તેના અંતઃકરણમાં (મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારમાં) અશાંતિ અને ઉદ્વેગ જ રહ્યા કરે છે. **૨. મૂઢ:** મૂઢ વિશેષણથી કહ્યું છે કે રજોગુણનો પણ અભાવ હોય છે. મૂઢ એટલે શાસ્ત્રાર્થના જ્ઞાન વિનાના. રજોગુણનો અભાવ હોવાથી શાસ્ત્રના અર્થોનું એને જ્ઞાન હોતું નથી. **૩. વિષયાસક્ત:** વિષયોથી અંતઃકરણનો નાશ થયેલો હોય છે. તેઓ વિષયમાં આસક્ત હોય છે, રચ્યાપચ્યા રહે છે. તેથી વગર વિચારે કંઈ પણ કર્યા કરે, બોલ્યા કરે. તેનો અંતઃકરણનો નાશ થાય છે એટલે કે કરી રહ્યા છે એનાથી પરિણામ શું આવશે તેનું ભાન નથી. **૪. અનાચારી:** 'અસાધુ શું' એટલે કે અનાચારી હોય છે, આચાર વિનાનો હોય છે. આ પ્રમાણે ચાર દોષો કહીને તે ચાર પુરુષાર્થનો નાશ કરનારા હોવાથી સંગ ન કરવાનું કહે છે. **૫. શોક કરવા પાત્ર:** સત્પુરુષોથી તેઓ શોક કરવા પાત્ર છે, કારણ કે બુદ્ધિ હોવા છતાંય તેઓ ભગવાનનો સ્વીકાર કરતા નથી. **૬. સ્ત્રીઓના રમકડા રૂપ:** તેઓ સ્ત્રીઓના રમકડા રૂપ છે, એટલે સ્ત્રીઓ એને નચાવે તેમ નાચી રહ્યો છે. આ છ ગુણો દરેક દુષ્ટપણું કરાવનારા છે. **પ્રશ્ન:** 'સ્ત્રી જાતિ તરીકે જ નાશ કરનારી છે પરંતુ વ્યભિચાર વગેરે દોષને લીધે નાશ કરનારી નથી' આ કઈ રીતે સમજવાનું? **ઉત્તર:** સ્ત્રી જાતિ તરીકે નાશ કરનારી છે એટલે સ્ત્રી હોવું જ પર્યાપ્ત છે. સ્ત્રીમાં કોઈ અન્ય દુર્ગુણોની આવશ્યકતા નથી. સ્ત્રી માત્ર હોવાથી જ બંધન થાય છે એવું નિરૂપણ કરવું છે. એટલે કોઈ વ્યક્તિ એમ કહે કે રતિ સ્ત્રી છે તો એનાથી એના સંગથી દોષ ન થાય કે સંસાર બંધન ન થાય તો એવું નથી.
શ્લોક ૩૫ — સ્ત્રીના સંગથી મોહ અને બંધન
• પાઠ: સુબોધિની શ્લોક ૩૫
• प्रतिभागी वाचन: આ પુરુષને જેવારી સ્ત્રીના સંગથી અને જેવા સ્ત્રીના સંગવાળાના સંગથી મોહ અને બંધન થાય છે તેવા બીજાના સંગથી થતા નથી. **ઉત્થાનિકા:** તેમાં પણ જેઓ સ્ત્રીના સંગવાળા છે તેમનો અને દુષ્ટ શબ્દથી મુખ્ય રીતે સ્ત્રીઓ કહેલી હોવાથી તેઓનો સંગ ન કરવા માટે નીચેનો શ્લોક કહે છે. અહીંયા મોક્ષ પ્રાપ્ત કરવાવાળા પુરુષે વૈરાગ્ય પ્રાપ્ત કરવો જોઈએ અને એ વૈરાગ્ય પ્રાપ્ત થાય તે માટે એમને શું કરવું જોઈએ એટલે સ્ત્રી સંઘ અને જેમને સ્ત્રીઓનો સંગ કરેલ છે તેવા પુરુષનો સંગ ન કરવો જોઈએ એમ સમજાવે છે. **શ્લોકાર્થ:** આ પુરુષને જેવા સ્ત્રીના સંગથી અને જેવા સ્ત્રીના સંગવાળાના સંગથી મોહ અને બંધન થાય છે, તેવા બીજાના સંગથી થતા નથી. **વિવરણ:** મોક્ષ ઈચ્છનાર આ પુરુષને જેવો સ્ત્રીના સંગથી મોહ થાય છે તેવો ધન અથવા પુત્રો વગેરેથી થતો નથી. સ્ત્રીનો સંગ એટલો બધો મહાબાધક છે કે જે મોક્ષ માટે મહાબાધક છે. એ ધન, અશ્વો, વસ્ત્રો એનાથી પણ એ સ્ત્રીનો સંગ એટલો બધો પ્રબલ છે કે જેથી પુરુષની અધોગતિ થાય છે. 'પુંસઃ' શબ્દથી સ્ત્રીનો સહભાગી કહેલ છે, એટલે કે પુરુષનો જે સ્ત્રીનો પ્રતિ અતિયોગી છે તે. જેમ કે કાઉન્ટર પાર્ટ એટલે ભાઈ-બહેન, નોકર-માલિક એવી રીતે. **વધુ વિવરણ:** અથવા જેવો તે સ્ત્રીના સંગવાળાના સંગથી મોહ થાય છે તેવો બીજાના સંગથી થતો નથી. સ્ત્રીના સંગ કરતાં પણ સ્ત્રીના સંગવાળાનો સંગ એ વધારે નાશ કરનારો છે, કારણ કે તે ઉપાય કરીને નાશ પામે છે. સ્ત્રીનો સંગ તો બંધનકારક છે જ, એ ઉપરાંત સ્ત્રીના સંગવાળાનો સંગ એ પણ એક બંધનકારક છે. એ ઉપાય કરીને નાશ પામે એટલે બંધનને વધારે પ્રબલ કરનારું છે. **પ્રશ્ન:** 'ઉપાય કરીને નાશ કરે છે' તેનો અર્થ શું? **ઉત્તર:** સ્ત્રીનો સંગ એ પુરુષને બંધન કરવાવાળો તો છે જ, પણ સ્ત્રીના સંગવાળાનો સંગ એ બંધનને વધારે પ્રબલ કરનારું છે. જેમ કે જ્યારે ભોજન કરતા હોઈએ અને તેમાં મસાલા ન ઉમેરવામાં આવે તો ભૂખ હોય એટલું જ ખાઈએ, પણ જો મસાલા અંદર વધારે નાખીએ તો આપણી ભૂખ કરતાં પણ એ વધારે ભોજન કરીએ. એવી રીતે સ્ત્રીના સંગના સંગવાળા એટલે એવા પુરુષનો સંગ એ બંધનને વધારે પ્રબલ કરનારો છે. **વક્તા સ્પષ્ટીકરણ:** પુરુષને સ્ત્રીનો સંગ એ તો પ્રાકૃતિક છે અને એ પ્રકૃતિગત બનાવટમાં જ આ વસ્તુ રહેલી છે. તો બંનેની અપેક્ષા બંનેને રહે જ છે. કેટલાક દોષ જાતિગત હોય છે, પણ સ્ત્રીના સંગીનો સંગ કરવો એ તો હાથે કરીને 'આ બેલ મુજે માર' જેવી વસ્તુ છે ને. એટલે એ ઉપાય કરીને એને અનિષ્ટ કરનારો છે, હાથે કરીને પેટ છોડીને પીડા ઊભી કરવા જેવી વાત છે.
શ્લોક ૩૬ — સ્ત્રી જાતિની નાશકતા
• પાઠ: સુબોધિની શ્લોક ૩૬
• प्रतिभागी वाचन:
• વક્તા विवेचन: તેમાં સ્ત્રી જાતિ તરીકે જ નાશ કરનારી છે, પરંતુ વ્યભિચાર વગેરે દોષને લીધે નાશ કરનારી નથી એમ જણાવવા નીચેનો શ્લોક કહે છે. **શ્લોકાર્થ:** પ્રજાપતિ પોતાની પુત્રીને જોઈ તેના રૂપથી વિવેકહીન થયા. રોહિત બનેલી તેની પાછળ લજ્જા રહિત થઈ તે વૃક્ષનું સ્વરૂપ લઈ દોડ્યા. **કથા સંદર્ભ:** કથા પહેલી કહેલી છે (૩/૧૨/૨૮ થી ૩૩ મો શ્લોક). **કથાનું પારાયણ:** ૨૮ માં શ્લોકમાં કોમળ અંગવાળી, મનને હરણ કરતી એવી, કામના વગરની પુત્રીરૂપ વાણીમાં હે વિદુર, બ્રહ્માજી કામનાવાળા થયા અને એમાં ભોગની ઈચ્છા કરી એમ અમે સાંભળ્યું છે. ૨૯ માં બ્રહ્માજીને અધર્મમાં બુદ્ધિ થઈ જોઈને મરીચી વગેરે મુનિઓ અમે કહીશું તો માનશે એવા વિશ્વાસથી પિતાને બોધ કરવા લાગ્યા. ૩૦ માં તમે જે કામ કરવા ધારો છો તેવું આજ સુધી બીજા કોઈ બ્રહ્માએ કર્યું નથી, હવે પછી કોઈ કરશે પણ નહીં. હે પ્રભુ, એવું તે કયું કામ હોય જે તમે રોકી શકો નહીં અને પુત્રીની સાથે ગમન કરવાની ઈચ્છા કરો. ૩૧ માં આવું કામ તેજસ્વી પુરુષને યશ આપનાર નથી. હે જગતગુરુ, મોટા પુરુષે કરેલા કામોને અનુસરવાથી લોક પોતાનું શ્રેય કરી શકે છે. ૩૨ માં સ્વરૂપમાં રહેલા જગતને જે પોતાના તેજ વડે બહાર પ્રગટ કરે છે તે જ ધર્મનું રક્ષણ કરવાને સમર્થ ભગવાનને અમારા નમસ્કાર હો. ૩૩ માં પોતાના પુત્રોને આ પ્રમાણે બોલતા જોઈ પ્રજાપતિના પતિ એવા બ્રહ્માજી લજ્જિત થયા અને એમને દેહનો ત્યાગ કર્યો. તે દિશાઓએ તેને સ્વીકાર્યો. એ ગોળ દેહનો લોકો જાકડરૂપ તમ કહે છે. **વક્તા સ્પષ્ટીકરણ:** પોતાની પુત્રી વાણી સરસ્વતીને જોઈને તેના રૂપથી 'ધર્ષિતઃ' વિવેકહીન થઈ. તે રૂપનો પુત્રીએ ત્યાગ કરવા છતાં પ્રજાપતિએ તેને જવા ન દીધી. આ સ્ત્રીરૂપ માયા, આધિદેવ સ્ત્રી જે છે, એ બુદ્ધિનો નાશ કરે છે. આધિદૈવિક ભગવાનની માયાએ સ્ત્રીમાં પ્રવેશ કરેલો છે, અને તે માયા સ્ત્રીરૂપ છે. એટલે એ સ્ત્રીરૂપ માયાને જોઈને બ્રહ્માજીની બુદ્ધિનો નાશ થયો છે. એટલા માટે બ્રહ્માજી વિવેકહીન થઈને એ પુત્રીની પાછળ દોડ્યા છે. **સુબોધિનીજીના વિવરણ અનુસાર:** પોતાના સ્વરૂપનો નાશ કર્યો એમ વૃક્ષનું સ્વરૂપ લઈ શબ્દથી કહેલું છે. રોહિત અને વૃક્ષ એક જાતના સ્ત્રી અને પુરુષના અર્થવાળા શબ્દો છે. 'લજ્જા રહિત થઈ' શબ્દથી એમ જણાવ્યું કે મરીચી વગેરે જોતા હોવા છતાં પણ નાગા અને સ્પષ્ટ અવયવો દેખાય તેવા પુત્રી પાછળ દોડ્યા. **પ્રશ્ન:** ઈશ્વર કોટિના દેવતા (બ્રહ્મા) મોહિત થાય તે લીલા છે કે સાચી ઘટના? **ઉત્તર:** એ નાટ્યરૂપ છે, ભગવત્પ્રેરિત છે. ભગવાનને કરાવ્યું છે, એમને આજ્ઞા કરી છે કે આ પ્રકારનું કાર્ય તમે કરો. અહીંયા પણ માયાનો ઉત્કર્ષ બતાવવો એવું આપણે સમજી શકીએ. માયાનો, પોતાની જે શક્તિરૂપ માયા છે, એના કેટલા પ્રબલ છે એ દર્શાવવો અહીંયા ઉદ્દેશ્ય છે. **વક્તા સ્પષ્ટીકરણ:** કેવલ આ દોષ મનુષ્ય જાતિની સ્ત્રીમાં જ છે એવું નથી પરંતુ સ્ત્રી માત્રમાં છે એ તાત્પર્ય.
શ્લોક ૩૭ — સ્ત્રીરૂપ માયાથી બુદ્ધિનાશનો અપવાદ
• પાઠ: સુબોધિની શ્લોક ૩૭
• प्रतिभागी वाचन:
• વક્તા विवेचन: તેથી સ્ત્રીનો સંગ થવા છતાં પણ કોઈ સ્વરૂપથી દોષરહિત રહેશે એવી શંકા ન કરવી એમ નીચેના શ્લોકમાં કહે છે. જે સ્ત્રીમાં આધિદૈવિક ભગવાનની માયાએ જે પ્રવેશ કરેલો છે તે માયા સ્ત્રીરૂપ છે, અને એ જે સ્ત્રી છે એ બુદ્ધિનો નાશ કરનારી છે. એટલે એ સ્ત્રીનો સંગ એ મોક્ષ પ્રાપ્ત કરવાવાળા પુરુષને વૈરાગ્ય પ્રાપ્ત નહીં કરાવે. એટલે એ સ્ત્રીસંગ મહાબાધક છે. **શ્લોકાર્થ:** તેમને ઉત્પન્ન કરેલા, સર્જેલા, ઉત્પન્ન કરનારાઓમાં નારાયણ ઋષિ સિવાય સ્ત્રીરૂપ માયાથી જેની બુદ્ધિ નાશ પામેલી નથી તેઓ અહીં કોણ જ હોય. **સુબોધિનીજીના વિવરણ અનુસાર:** તે બ્રહ્માએ મરીચી વગેરે ઉત્પન્ન કરેલા. તેમને કશ્યપ વગેરેના સર્જેલા અને તેઓએ આખું જગત ઉત્પન્ન કરેલું. 'કોણ જ હોય' શબ્દો અનુમાન કરવાના અર્થમાં યોજેલા છે. જેની નાશ પામેલી બુદ્ધિ નથી તેવો કોઈ પણ નથી એવો અર્થ છે. આપણે જોયું કે ૩૬ માં શ્લોકમાં સજીરૂપ માયાથી જેની બુદ્ધિ નાશ પામી છે એવા બ્રહ્માજીનું વર્ણન કર્યું. એ બ્રહ્માજી કેવા હતા? એ બ્રહ્માજી મરીચી વગેરેને પણ ઉત્પન્ન કરેલા, કશ્યપ વગેરેને પણ સર્જેલા અને તેમને આખું જગત પણ ઉત્પન્ન કરેલું, છતાં પણ એ સ્ત્રીરૂપ માયાથી બચી ન શક્યા અને એમની બુદ્ધિનો નાશ થયો. **વિવરણ:** અહીંયા નારાયણ એકલા જ એવા છે કે જેમની બુદ્ધિનો નાશ થતો નથી એવો અર્થ છે. નારાયણ એકલા છે તે એવા નાશ પામ્યા વિનાની બુદ્ધિવાળા છે એમ ૧૧ માં સ્કંધમાં કહેશે. સ્ત્રી એ બુદ્ધિનો નાશ કરે છે એટલું જ નહીં, પરંતુ તેનામાં આધિદૈવિક ભગવાનની માયાએ પ્રવેશ કરેલો છે અને તે માયા સ્ત્રીરૂપ છે. ધન વગેરે સર્વ સ્વરૂપવાળી હોવા છતાં એ સ્ત્રીના પ્રધાનપણાવાળી છે. **માર્કંડેયનો સંદર્ભ:** જો કે માર્કંડેય પણ તેવા હોવાનું કહેલ છે, છતાં પણ એ બીજા કલ્પમાં તે જુદા પ્રકારના નાશ પામેલ બુદ્ધિવાળા થશે. તેથી એકલા નારાયણ જ કહેલા છે. કલ્પાંતરમાં માર્કંડેય ઋષિ પણ એ માયાથી ગ્રસિત થયેલા છે. **પ્રશ્ન:** સ્ત્રી જાતિ એટલે માયા જ સમજવાની? **ઉત્તર:** સ્ત્રી જે છે એ ભગવાનની આધિદૈવિક માયા છે, માયા એટલે સ્ત્રી જે છે એ બુદ્ધિનો નાશ કરે છે અને એ સ્ત્રીમાં એ આધિદૈવિક એ ભગવાનની એ માયાએ પ્રવેશ કરેલો છે. એટલે તે માયા સ્ત્રીરૂપ છે. ધન વગેરે સર્વ સ્વરૂપવાળી હોવા છતાં એ સ્ત્રીના પ્રધાનપણાવાળી છે. **પ્રશ્ન:** જો માયાને સ્ત્રીરૂપ કહીએ તો સ્ત્રીઓ મોહિત ન થાય ને? **ઉત્તર:** માયા ભગવત્ શક્તિ છે. પોતાની જે આધિદૈવિક માયા છે એનું સ્ત્રીમાં સ્થાપન કરેલું છે એટલે વિશિષ્ટ રૂપ છે. અગર અન્ય જે પદાર્થો છે જેનાથી મનુષ્યને મોહ થાય છે તેમાં માયાનો સાધારણતયા પ્રવેશ હોય તો આ સ્ત્રી છે એ માયાની વિભૂતિ છે.
શ્લોક ૩૮ — સ્ત્રીરૂપ માયાનું બળ
• પાઠ: સુબોધિની શ્લોક ૩૮
• प्रतिभागी वाचन:
• વક્તા विवेचन: નીચેના શ્લોકથી સ્ત્રીઓ માયા હોવાનું સિદ્ધ કરે છે. **શ્લોકાર્થ:** મારી સ્ત્રીરૂપ માયા જે દિશાઓમાં વિજય પ્રાપ્ત કરનારને માત્ર ભ્રમરના વિલાસથી પગ નીચે કચડે છે, તેનું બળ તું જો. **સુબોધિનીજીના વિવરણ અનુસાર:** મારી માયાનું બલ તું જો કે સર્વ પ્રકારની માયા ઘણી બલવાળી છે, છતાં પણ સ્ત્રીરૂપ માયા અત્યંત બલશાળી છે. દિશાઓમાં વિજય પ્રાપ્ત કરનારને પગ નીચે કચડે છે શબ્દોથી તેનું બળ કહે છે કે દિશાઓમાં વિજય પ્રાપ્ત કરનારાઓ પણ સ્ત્રીઓથી જીતાયેલા છે. સ્ત્રીરૂપ માયાનું બળ એવું છે કે એ કેવળ એની ભ્રુકુટી વિલાસથી દીક્વિજયોને પણ પોતાના પેરોની નીચે કચળી નાખે છે.
શ્લોક ૩૯ — યોગી માટે પ્રમદાઓના સંગનો નિષેધ
• પાઠ: સુબોધિની શ્લોક ૩૯
• प्रतिभागी वाचन: યોગનો છેવટનો પાર પામવા ઈચ્છનાર, જેણે મારી સેવાથી ભગવદ્ભાવ પ્રાપ્ત કરેલો છે, તેણે જેમને નરકનો દ્વાર કહે છે તેવી પ્રમદાઓ સાથે કોઈપણ સમયે સંગ ન કરવો.
• વક્તા विवेचन: સામાન્ય રીતે તે સ્ત્રીના સંગના દોષ કહી, નીચેના શ્લોકથી યોગમાં તે એટલે કે સ્ત્રીએ ઘણી વધારે વિઘ્નરૂપ હોવાનું કહ્યું છે. **શ્લોકાર્થ:** યોગનો છેવટનો પાર પામવા ઈચ્છનાર, જેણે મારી સેવાથી ભગવદ્ભાવ પ્રાપ્ત કરેલો છે, તેણે જેમને નરકનો દ્વાર કહે છે તેવી પ્રમદાઓ સાથે કોઈપણ સમયે સંગ ન કરવો. **સુબોધિનીજીના વિવરણ અનુસાર:** 'પ્રમદાઓ' શબ્દથી યોગ આચરવામાં અયોગ્ય સ્ત્રીઓ છે. 'જાતુ' એટલે કોઈપણ સમયે. યોગનો છેવટનો પાર પામવા ઈચ્છનારે સંગ ન કરવો. ભક્તિયોગ કે સાંખ્યયોગ પ્રાપ્ત કરવા ઈચ્છનારે સ્ત્રીનો સંગ ન કરવો. **વધુ વિવરણ:** મારી સેવાથી એટલે કે ભગવાનની સેવાથી જેમણે ભગવદ્ભાવ પ્રાપ્ત કરેલો છે, તે શબ્દથી સંગ તજવાની શક્તિ ગયેલી છે. ભગવાનની સેવાથી જે ભગવદ્ભાવ પ્રાપ્ત કર્યો છે તેમાં એવી શક્તિ છે કે જે સંગ તેનો તજી શકે છે. જો એ આત્મભાવ પ્રાપ્ત ન હોય તો તે સ્ત્રી મોહ ઉત્પન્ન કરે જ. યોગ પોતાના ભગવાન સાથે સંબંધ કરાવનારો છે. આત્મા જીવને અમુક જ સંસ્કારોથી ભગવદ્ભાવ સુધીની સ્થિતિ પ્રાપ્ત કરાવે છે. તેનું સ્થાન વીર્ય જ છે. વીર્ય મનરૂપ હોય, ચિત્તથી જુદું નથી. ચિત્તની વૃત્તિને વશ રાખવી તે યોગ. તેથી યોગનું સ્થાન વીર્ય જ છે. **વધુ વિવરણ:** દુષ્ટમાં પ્રવેશ કરેલું તે વીર્ય નરક પ્રાપ્ત કરાવે છે. આ યોગનું નરકનું દ્વાર જ સ્ત્રીને કહે છે. તેનો સંગ ન કરવો. શાસ્ત્રમાં જણાય છે કે પોતે સ્ત્રીના સંગ માટે ઉદ્યમ કરવાથી દૂર રહેવું. એટલે જે જીવ છે તેને સ્ત્રીનો સંગ કરવા માટે ઉદ્યમ ના કરવો જોઈએ. **પ્રશ્ન:** 'પ્રમદા' શબ્દનો તાત્પર્ય શું છે? શું તે સામાન્ય સ્ત્રીઓ કરતાં વિશેષ મોહક છે? **ઉત્તર:** 'પ્રમદા' એ 'મદ'નું સ્ત્રીલિંગ છે. જે અધિક મદને પેદા કરાવે છે, અધિક મોહને પેદા કરાવે છે તેવી પ્રમદા. યોગી માટે તો બધી સ્ત્રી જાતિ જ પ્રમદા થઈ જશે, કારણ કે તે યોગી માટે મુખ્ય વિઘ્નરૂપ છે. ભક્તિયોગ અને સાંખ્યયોગ જે પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તેમને તો આ સ્ત્રી એટલે માયારૂપી જે સ્ત્રી છે, તેનાથી તો દૂર જ રહેવું તો જ તેમની સાધના સંપૂર્ણ થશે. **વક્તા સ્પષ્ટીકરણ:** જે ભગવદ્ભાવ પ્રાપ્ત કરેલો છે મારી સેવાથી એ તો આ માયાના દોષથી મુક્ત રહી શકે એવો છે. પરંતુ જે એ પ્રકારના નથી એમને તો અતિ સાવધાનીની આવશ્યકતા છે. યોગની સાધના એ સાંખ્યની સાધનાથી થોડી વધારે કઠિન છે, કેમ કે સાંખ્યમાં તો જે ભોગી પદાર્થો છે એનો સ્વરૂપત્યાગ છે. 'ન રહે બાંસ ન બજે બાંસુરી' એવું ત્યાં ન્યાય હોઈ શકે. યોગમાર્ગમાં તો ઉર્ધ્વરેતસ હોવું જોઈએ. જે વીર્ય છે એનો નિગ્રહ કરીને એ જ બલના રીતે ઇંધન તરીકે યોગી એનો ઉપયોગ કરે.
શ્લોક ૪૦ — માયારૂપ સ્ત્રીને મૃત્યુરૂપ જાણવી
• પાઠ: સુબોધિની શ્લોક ૪૦
• प्रतिभागी वाचन: દેવે રચેલી માયારૂપ સ્ત્રી જે ધીરે ધીરે સમીપ આવે છે, તેને ઘાસથી ઢંકાયેલા કૂવાની પેઠે પોતાના મૃત્યુરૂપ જાણવી.
• વક્તા विवेचन: સ્ત્રી પોતાની મેળે આવેલી હોય ત્યારે બીજા શાસ્ત્ર પ્રમાણે તેનો સંગ કરવામાં અડચણ નથી એવી શંકા થાય તેથી નીચેનો શ્લોક કહે છે. **શ્લોકાર્થ:** દેવે રચેલી માયારૂપ સ્ત્રી જે ધીરે ધીરે સમીપ આવે છે, તેને ઘાસથી ઢંકાયેલા કૂવાની પેઠે પોતાના મૃત્યુરૂપ જાણવી. **સુબોધિનીજીના વિવરણ અનુસાર:** ધીરે ધીરે એ પ્રમાણે હૃદયમાં પ્રવેશ કરતી તે સ્ત્રી માયા જ છે. માયા આ જીવને મોહ ઉત્પન્ન કરાવવા જ દેવે રચેલી છે. તે મોહ કરનારી થાય ત્યારે પોતાનું આસુરપણું પણ થઈ ચૂક્યું, તેથી સંસાર અને ઘોર નરક પ્રાપ્ત થાય છે. તેથી તેને પોતાના મૃત્યુરૂપ જાણવી. **દ્રષ્ટાંત:** ઉપર ઉપરથી તેવું જ્ઞાન ન થવાનું કારણ ઘાસથી ઢંકાયેલા કૂવાની પેઠે શબ્દોથી કહેલું છે. હાથીને પકડવા માટે તેમ કરવામાં આવે છે. જેમ હાથીને પકડવા માટે કૂવો કરીને તેને ઘાસથી ઢાંકી દેવામાં આવે, અને હાથી ત્યાંથી પસાર થતો હોય ત્યારે તેમાં પડે, એવી રીતે માયાએ પોતાનું આવરણ ઢાંકી દે છે અને તેથી આ જીવ એ માયાથી મોહ પામે છે. તેને સંસાર અને ઘોર નરક પ્રાપ્ત થાય છે. **પ્રશ્ન:** 'તે મોહ કરનારી થાય ત્યારે પોતાનું આસુરપણું પણ થઈ ચૂક્યું' તેનો અર્થ શું? **ઉત્તર:** દૈવી માયા જ્યારે મોહિત કરે છે, ત્યારે જીવનું આસુરપણું થાય છે. માયાને દૈવી કહી છે, દૈવી એશા ગુણમયી. જ્યારે મોહ થઈ જાય છે ત્યારે જીવનું અસુરપણું થાય છે અને જીવ ભગવાન વિમુખ થાય છે. આ સ્ત્રીનું સ્વરૂપ મોહ કરવા માટે જ ભગવાને રચેલી છે. પુરુષ જ્યારે તેના સંગમાં આવે છે, ત્યારે તેને આસુરપણું, મૃત્યુરૂપ, ઘોર નરકનું પ્રાપ્ત કરાવનાર અને સંસાર પ્રાપ્ત કરાવનાર જાણવી. પુરુષે તેનો સંગ ન કરવો. **ઉત્થાનિકાનો ખુલાસો:** ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ સામેથી ચાલીને આવતી હોય તો એ અડચણરૂપ નથી થતી તો શું એવું બરાબર છે? તો કહે છે કે જેવું પણ હોય, એ સ્ત્રીનું સ્વરૂપ આવું જ છે. શાસ્ત્ર અનુસાર કોઈ દોષ નથી, જેમ નરકાસુર દ્વારા બંધક બનાવાયેલી રાજકન્યાઓને ભગવાને પત્ની તરીકે સ્વીકારી. આ તો સામેથી અનુનય વિનય કરીને શરણાગત થયેલી હતી. તેવી સ્થિતિમાં એવી સ્ત્રીનો સ્વીકાર કરવામાં કોઈ દોષ નથી. પરંતુ જે વ્યક્તિ મોક્ષમાર્ગમાં ચડેલો છે, એના માટે તો કોઈપણ સ્થિતિમાં હોય, સામેથી આવેલી હોય કે ગમે તે રીતે હોય, એ બંધનરૂપ છે જ. આ બધું નિરૂપણ મોક્ષની દ્રષ્ટિથી થઈ રહ્યું છે.
શ્લોક ૪૧-૪૨ — પોતાની સ્ત્રીને પણ મૃત્યુરૂપ જાણવી
• પાઠ: સુબોધિની શ્લોક ૪૧-૪૨
• प्रतिभागी वाचन: જે મારી માયાને પતિ મોહને લીધે પત્ની જાણે છે અને સ્ત્રીના સંગથી સ્ત્રીપણું પ્રાપ્ત કરેલું જીવ જે પતિ તરીકે આચરણ કરતી મારી માયાને મોહનને લીધે સંતાન અને ઘર આપનાર પતિ જાણે છે, તેને જેમ શિકારીનું ગાયન મૃત્યુરૂપ છે તેમ પતિ, સંતાન અને ઘરરૂપ દેવે પ્રાપ્ત કરાવેલું પોતાનું મૃત્યુ જાણવું.
• વક્તા विवेचन: આ બીજાની સ્ત્રીના સંબંધમાં કહેલું છે એમ ન માનવું એમ નીચેના શ્લોકમાં કહે છે. **શ્લોકાર્થ:** જે મારી માયાને પતિ મોહને લીધે પત્ની જાણે છે અને સ્ત્રીના સંગથી સ્ત્રીપણું પ્રાપ્ત કરેલું જીવ જે પતિ તરીકે આચરણ કરતી મારી માયાને મોહનને લીધે સંતાન અને ઘર આપનાર પતિ જાણે છે, તેને જેમ શિકારીનું ગાયન મૃત્યુરૂપ છે તેમ પતિ, સંતાન અને ઘરરૂપ દેવે પ્રાપ્ત કરાવેલું પોતાનું મૃત્યુ જાણવું. **સુબોધિનીજીના વિવરણ અનુસાર:** જે મારી માયાને પતિ પત્ની તરીકે જાણે છે અને વળી પત્ની 'ઋષભાયતી' એટલે કે પતિ તરીકે આચરણ કરતીને પતિ જાણે છે. એ પ્રમાણે બંને પરસ્પર માયા હોય છે. એટલે કે બંનેને પરસ્પર માયા લાગેલી છે. 'પતિમ' કે 'પતિને' એવો પાઠ હોય ત્યારે આ સ્ત્રીને કહેલો ઉપદેશ જાણવો. **પ્રશ્ન:** સ્ત્રીને મુક્તિ થતી નથી તો તેને ઉપદેશ કરવાથી શું લાભ? **ઉત્તર:** 'સ્ત્રીના સંગથી સ્ત્રીપણું પ્રાપ્ત કરેલું જીવ' એમ કહેલું છે. કારણ કે સ્વભાવથી તે જીવ સ્ત્રીરૂપ નથી, પરંતુ સ્ત્રીના સંગથી તેણે સ્ત્રીપણું પ્રાપ્ત કરેલું છે. તેની માયા પતિ છે. એ ધન, સંતાન અને ઘર આપનાર એ પતિનું વિશેષણ સંસારની ઉત્પત્તિ થાય તે માટે કહેલું છે. જેમ સંસારમાં પતિ પત્નીને ધન, સંતાન, ઘર બધું આપે છે, એવી જ રીતે આ માયા પતિરૂપે છે અને એ માયા પતિરૂપે છે તો તેથી તેને સંસાર ઉત્પત્તિ થાય તે માટે કહ્યું છે. **શ્લોક ૪૨ નો સંદર્ભ:** પહેલાના સંસ્કારને લીધે આત્માનું જ્ઞાન થતા એટલે કે પહેલાના જેના સંસ્કાર છે એને આત્માનું જ્ઞાન થાય છે તો પતિવ્રતાપણું પોતાનો ધર્મ હોવાથી તેનો ત્યાગ કરવાથી દોષ થશે કે નહીં એવું વિચાર આવે છે તો એવી શંકા ન કરવી. પરંતુ તે પતિને પોતાના મૃત્યુરૂપ જ જાણવો એમ ૪૨ ના શ્લોકમાં કહે છે. એટલે કે જે આ બધું આપી રહ્યું છે, સંસાર ઉત્પત્તિ અને સંસાર ભોગ જે આપી રહ્યું છે એ પતિને મૃત્યુરૂપ જાણવો. **વધુ વિવરણ:** પતિ, સંતાન અને ઘર તેને ત્રણ રૂપ પ્રસિદ્ધ મૃત્યુ જાણવા. પહેલા પણ પ્રારબ્ધને લીધે એમ થયેલું, હવે પણ એમ થતાં સંપૂર્ણ નાશ થાય છે. તેથી વારંવાર એવી પ્રવૃત્તિ થતી હોવાથી પતિને દેવે પ્રાપ્ત કરેલું મૃત્યુ જાણવું. **પ્રશ્ન:** અનુભવથી અને તેને અનુસરનારા વચનોથી તે આનંદ ઉત્પન્ન કરાવનારા હોવાનો અનુભવ થાય છે (પતિ કે પત્નીના સંબંધમાં) તો પછી તેને મૃત્યુરૂપ કેમ જાણવું? **ઉત્તર:** જેમ શિકારીનું ગાયન મૃત્યુરૂપ છે તેમ. હરણનું ઉદાહરણથી સમજાવે છે. મૃગાન એટલે કે હરણનું 'યુનક્તિ' એટલે કે બાંધે છે. હરણને જેવી રીતે શિકારી બાંધે છે, જો કે હરણોને પકડી રમત કરે છે, તેમને જંગલના કરતાં ઉત્તમ ગામના ખાવા પદાર્થો આપે છે અને સાંભળતા સુખ થાય તેવું ગાયન કરે છે, છતાં પણ બંધન કરનારો છે. પરંતુ પરતંત્રપણું મોટું દુઃખ છે. તેથી તે પતિના સંગથી ઉત્પન્ન થતું આ લોકનું સુખ અને પરલોકનું સુખ બંધન કરાવનારું હોવાથી જતું જ કરવું જોઈએ. **વક્તા સ્પષ્ટીકરણ:** 'પતિ, અપત્ય અને ગ્રહ' ત્રણને જ ગણાવ્યા છે કારણ કે પ્રસિદ્ધ છે. જે સ્ત્રી છે એને પતિ, પુત્ર અને ઘર એ જ એનું સર્વસ્વ માને છે ને. કોઈ એવું નહીં વિચારવું કે બીજામાં જ આ દોષ છે પણ પોતાના છે એમાં પણ આ દોષ છે. **જીવ અને સ્ત્રીપણું:** જીવમાં તો સ્ત્રી કે પુરુષ રૂપતા હોતી નથી. ઉપચારથી જીવને પુરુષ કહેલો છે. પરંતુ દેહમાં જે જાતનો લિંગભેદ છે તે જાતનો જીવમાં તો હોતો નથી. જીવ કર્મવશ ક્યારેક પુરુષ દેહ પ્રાપ્ત કરે છે, ક્યારેક સ્ત્રી દેહ પ્રાપ્ત કરે છે. બંને સ્થિતિમાં માયા એના ઉપર વર્ચસ્વ રાખે છે. પુરુષ દેહ પ્રાપ્ત થયો તો પતિ એ પત્ની તરીકે જાણે છે કે સ્ત્રી દેહવાળી જે સામે એની ભાર્યા છે તે રૂપ જાણે છે. અને જે જીવને સ્ત્રી દેહ પ્રાપ્ત થયો છે એટલે કે લોકમાં પત્ની તરીકે જે અવતરી છે, અને એ પોતે માયાને પતિ તરીકે જોઈ રહી છે, તો બંને સ્થિતિમાં સમજી લેવાનું છે. સ્ત્રીના માટે પુરુષ માયા સ્વરૂપ છે, પુરુષના માટે સ્ત્રી માયા સ્વરૂપ છે.