મંગળાચરણપાઠ: મંગળાચરણ
પ્રતિભાગી વાચન: આ સત્રનો પ્રારંભ મંગળાચરણના પઠનથી થાય છે.
વક્તા વિવેચન: ઉપદેશક સત્રનો વિષય રજૂ કરે છે. આઠ, નવ અને દસમા શ્લોકનું પઠન કરવાનું છે તેમ જણાવે છે. ભાગવત શાસ્ત્ર આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા છે, સ્કંધ એક અધિકાર લીલા છે, બીજો સ્કંધ સાધન એટલે જ્ઞાનલીલા છે, અને ત્રણથી ૧૧ એ ૧૦ લીલા છે. તેમાં પહેલી સર્ગલીલા સ્કંધ ત્રણમાં છે. પહેલું પ્રકરણ ૧ થી ૧૯ અધ્યાયથી જોઈ લીધું છે. હવે ૨૦ થી ૩૩ જે બીજું પ્રકરણ છે તે જીવ મુક્તિનું છે. સ્ત્રીની મુક્તિ ૨૯ થી ૩૩માં છે, જેમાં ભગવાન કપિલજી દેવહૂતિને ઉપદેશ કરે છે. અધ્યાય ૨૯ માં કાલનું વર્ણન કરીને વૈરાગ્ય અને ભક્તિ ઉત્પન્ન કરાવે છે. અધ્યાય ૩૦ માં કાલ બહિર્મુખ કરાવે છે જે આત્માનું જ્ઞાન નથી થવા દેતો. તેથી ગૃહસ્થને પુનર્જન્મ થતા સુધી ઘણું દુઃખ થાય છે, એટલે કે જન્મથી મરણ સુધી અને પુનર્જન્મ થાય ત્યાં સુધી તેને દુઃખ થાય છે. જન્મના ભયનું વર્ણન વૈરાગ્ય થાય તે માટે કરેલું છે. આમ ૨૯ થી ૩૧ સુધીના ત્રણ અધ્યાયોથી ભક્તિ અને વૈરાગ્ય એ બે સાધન કહ્યા છે. જન્મનું વર્ણન, મૃત્યુ પછીનું વર્ણન અને ગર્ભસૂતિ એ ત્રણથી વૈરાગ્ય અને ભ્રમણ એ બે સાધન કહ્યા છે. હવે ૩૨ માં અધ્યાયમાં સર્વ ગુણવાળા જીવોએ કરવાના સાધનને ફળનો નિર્ણય કરાવનારો છે. તેમાં રાજશ, સાત્વિક અને તામસ, ત્રણ ગુણોથી પર જીવોના સંબંધમાં નિર્ણય કરેલો છે. હવે ૧ થી ૪ માં રાજશ જીવોના સંબંધનો નિર્ણય છે. ૫ થી ૧૨ માં સાત્વિક જીવોના સંબંધમાં ફળનો નિર્ણય કરેલો છે. ગઈકાલે ૫ થી ૭ શ્લોકમાં કહ્યું ને, તેમાં જે ધીર પુરુષો કાલ અને અર્થને માટે પોતાના ધર્મનું દોહન કરતા નથી, સંગરહિત કર્મનો ત્યાગ કરેલા ઘણા શાંત, શુદ્ધ બુદ્ધિવાળા, નિવૃત્તિના ધર્મમાં આનંદ માનનાર, મમતા રહિત, અહંકાર રહિત છે, તેઓ પોતાના ધર્મરૂપ આનંદ માનનાર, મમતા રહિત અને અહંકાર રહિત છે. પોતાના ધર્મમાં, ધર્મરૂપ તત્ત્વથી ઘણા શુદ્ધ થયેલા અંતઃકરણથી, સૂર્યના દ્વારથી સર્વ તરફ મુખવાળા પુરુષને આ જગતના સંવાય અને આની ઉત્પત્તિ તથા નાશના નિમિત્ત કારણ મોટા તથા નાના ઈશ્વરના ઈશ્વરને પ્રાપ્ત કરે છે.
શ્લોક ૮ — બ્રહ્માના આયુષ્યના અંતે પ્રલય અને પરલોકનિવાસપાઠ: સુબોધિની શ્લોક ૮
પ્રતિભાગી વાચન: આ શ્લોકમાં પરલોકમાં નિવાસ કરનારા જીવોના રહેવાના સમયની હદ કહે છે. દ્વિપરાર્ધ વસાને ચ પ્રલયો બ્રહ્મણસ્તુતે તાવધ્યાસતે લોકં પરસ્ય પરચિંતકાહ. બ્રહ્માના આયુષ્યના, એટલે કે બ્રહ્માના પરાર્ધના અંતે જે પ્રલય થાય છે, ત્યાં સુધી પરનું ચિંતન કરનારાઓ તેઓ પરના લોકમાં રહે છે. 'તુ' શબ્દ બીજા કલ્પને બાતલ કરવાના પ્રયોજનથી યોજેલો છે, એટલે કે અત્યારે કપિલ અને દેવહૂતિનો સંવાદ ચાલે છે, તેથી બીજા બધા કલ્પને બાતલ કરેલા છે. તેઓ ત્યાં સુધી પરના એટલે કે બ્રહ્માના લોકમાં રહે છે, કારણ કે તેઓ પરનું ચિંતન કરનારા છે. 'પર' શબ્દનો અર્થ પુરુષોત્તમ તરીકે ચિંતન કરનારા અથવા ભગવાનનું ચિંતન કરનારા એવો થાય છે.
શ્લોક ૯ — બ્રહ્માનું પ્રકૃતિમાં પ્રવેશપાઠ: સુબોધિની શ્લોક ૯
પ્રતિભાગી વાચન: સાત્વિક ગુણોવાળા જે પાંચથી સાતમાં પણ બતાવ્યા અને આમાં પણ ઉપર બતાવ્યું કે પરનું ચિંતન કરનાર, એટલે પુરુષોત્તમ તરીકે ચિંતન જે કરે છે અથવા 'પર' એટલે ભગવાનનું ચિંતન કરે છે, તેવા ગુણોવાળા ભગવાનના ભક્તોને જ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. બીજાઓને થતી નથી એમ કહેવા નીચેના બે શ્લોકથી બીજાઓની પ્રકૃતિમાં લય થવાનું કહે છે. સંભાક્ષ સંભાવો અનરાનીલ વિયન વિયનમન ઇન્દ્રિયાર્થ ભૂતાદિભિ પરિકૃતમ્ પ્રતિસંજી સંજીર્સો અવ્યાકૃતમ વિષતિ યહી ગુણત્રય ત્રયાત્મા કાલમ પરાખ્યમ અનુભ અનુભૂય ભુય પુનઃ સ્વયંભુહું. જ્યારે ભગવાન ભૂમિ, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મન, ઇન્દ્રિયો, વિષયો, અહંકાર વગેરેથી સંપૂર્ણ રીતે રચેલા જગતનો લય કરવા ઈચ્છે છે, ત્યારે ત્રણ ગુણોથી ભરપૂર બ્રહ્મા 'પર' નામના કાલનો અનુભવ કરી પાછા પ્રકૃતિમાં પ્રવેશ કરે છે. કેટલાક તો એમ કહે છે કે, 'પર' શબ્દનો અર્થ બ્રહ્મા છે, એટલે બ્રહ્માનું ભગવાન તરીકે ચિંતન કરનારા હોવાથી, ઉપર કહેલું ફળ પણ બ્રહ્માની ઉપાસના કરનારાઓને પ્રાપ્ત થાય છે. જુદો આરંભ કરવાનું કારણ ન હોવાથી અને ત્રણ પ્રકારની ઊંચી ગતિ પ્રાપ્ત કરનારા કહેવાના હોવાથી તે શંકાવાળું છે. શ્લોક આઠમાં 'તુ' શબ્દ જુદો આરંભે કહેલો છે એવું પુરુષોત્તમજી કહે છે. અહીં જુદો આરંભ છે જ ન એવું નાનુભાઈ કહે છે કે, અહીં જુદો આરંભ છે જ નહીં કે બ્રહ્માની ઉપાસના કરનારાઓનું ફળ આઠમાં શ્લોકમાં કહેલ હોય તો ત્રણને બદલે ચાર ઊંચી ગતિ પ્રાપ્ત કરનાર થાય. ધર્મ, અર્થ અને કામ માટે ધર્મ કરનાર એકથી ચારમાં, અને સાત્વિક, બીજું છે સાત્વિક નિષ્કામ કર્મ કરનારા એ પાંચથી સાતમાં આપણે જોયું, રીતે સાત્વિક કર્મ કરનારા અને બ્રહ્માની ઉપાસના કરનારા શ્લોક આઠ થી ૧૦ અને ચાર ભગવાનના ભક્તો. ભગવાનના ભક્તો આવા જ ત્રણ જવા કહેવાના હોવાથી અને જુદો આરંભ કરેલ હોવાનું માનવાનું કઈ કારણ ન હોવાથી આ મત ખોટો છે એવો જ અર્થ જણાય છે. નાનુભાઈએ જે કહ્યું છે એ અર્થ ખોટો છે એવું જણાય છે. ભૂમિ, જલ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂતો અને મન, ઇન્દ્રિયો, અર્થાહા એટલે કે વિષયો, ભૂતાદિહી અહંકાર, તેમનાથી સંપૂર્ણ રીતે રચેલું અથવા વૃંત એટલે કે વીંટાયેલા બધાએ બ્રહ્માંડનો પ્રતિસંજી સંજીર્ષુ પ્રતિકૂળ થઈ લય કરવા ઈચ્છનારા જ્યારે ભગવાન એવા થાય છે, ત્યારે સ્વયંભુ બ્રહ્મા પ્રકૃતિમાં પ્રવેશ કરે છે, કારણ કે તે ત્રણ ગુણોથી ભરપૂર છે. 'પર' નામના કાલનો અનુભવ કરી એ શબ્દોથી તેમનું બ્રહ્માનું બ્રહ્મા હોવાનું ફળ કહેલું છે. 'પર' શબ્દથી બ્રહ્માના ૧૦૦ વર્ષનું આયુષ્ય કહેલું છે. પરંતુ મુક્તિ પ્રાપ્ત થાય તે માટે તે બ્રહ્મા હોવાનું કહેલું નથી, કારણ કે એમને બ્રહ્માજીની મુક્તિ થતી નથી, કારણ કે એમની પોસ્ટ બદલાયા જ કરતી હોય છે, એટલે એમને મુક્તિ થાય એનું નથી કહ્યું. 'પાછા' શબ્દથી એમ જણાવેલું છે પહેલા પણ તેવા જ પ્રકારના હતા, એટલે કે વારંવાર બ્રહ્માજી બદલાયા કરે છે, એટલે તેવા જ પ્રકારના હતા એવું કહેલું છે.
વક્તા વિવેચન:
- પ્રશ્ન: અહીં કહ્યું છે કે સ્વયંભુ બ્રહ્મા પ્રકૃતિમાં પ્રવેશ કરે છે, કારણ કે ત્રણ ગુણથી ભરપૂર છે, પરંતુ ભગવાનના ભક્ત નથી. આનો શું અર્થ? બ્રહ્માજી સ્વયંભુ છે, તેઓ ભક્ત તો હોય જ ને? અને તેઓ ત્રણ ગુણોથી ભરપૂર છે તે સ્પષ્ટ નથી થતું.
- ઉત્તર: બ્રહ્મા ભગવાનના ભક્ત તો છે જ, પણ સૃષ્ટિનું કાર્ય માટે ભગવાને એમને કાર્ય સોંપ્યું છે. તેઓ પ્રભુની આજ્ઞામાં કાર્ય કરે છે. તેઓ ગુણાધિષ્ઠાત્રી દેવતા રૂપે ગુણોનું સંચાલન કરે છે. તેવી ભક્તિ તો એ લોકો પણ કરી નથી શકતા, જેવા બીજા ભક્તો ભગવાનની કરી શકે છે. જેમને કાર્ય સોંપેલું છે એ લોકો કાર્યના સંચાલનમાં જ વ્યસ્ત રહેતા હોવાથી જે ભક્તો ભૂતલ ઉપરથી ભગવાનની ભક્તિ કરતા હોય છે, તેવા પ્રકારની ભક્તિ એ લોકો માટે દુર્લભ છે. સર્વનિર્ણયમાં ભણ્યા છીએ કે, ક્યારેક બ્રહ્માજી ભક્ત હોય છે અને કોઈ બ્રહ્મા એવા પણ હોય છે કે જે ભક્ત નથી હોતા. જો બ્રહ્માજી ભક્ત હોય, તો એ જીવોની પણ ભક્તની ગતિ થશે, એવી રીતે બધા જીવોની પણ ગતિ થઈ રહી છે બ્રહ્માજીની સાથે. નહીં તો પાછા બ્રહ્મલોકથી પણ પાછા એમને ભૂતલ ઉપર આવવું પડે છે. અહીં જે બ્રહ્મા છે, એ ભગવાનના ભક્ત નથી. ત્રણ ગુણોથી ભરપૂર છે એટલે કે એ ગુણાવસ્થા, એ જે ત્રણ ગુણો સાથે પ્રજનન સામત જે છે એ અવસ્થા એમની છે, એટલા માટે જ પ્રકૃતિમાં એમનો પ્રવેશ છે એવું અહીં કહી રહ્યા છે. તેમને મુક્તિ પ્રાપ્ત થાય તે માટે તે બ્રહ્મા હોવાનું કહેલું નથી. તેમનો તો પ્રકૃતિમાં લય થયો છે. પ્રકૃતિમાં લય થાય એટલે અહીં અક્ષરરૂપ પ્રકૃતિ સમજવાની છે. મહાપ્રલય થાય ત્યારે બ્રહ્માજી પણ ત્યાં જાય છે, અને એ પહેલા ભગવાનના કાર્યમાં સૃષ્ટિના કાર્યમાં જ રોકાયેલા રહે છે. તેમને 'હું કર્તા છું' એવું અભિમાન હોય છે, અને આ કર્તૃત્વાભિમાન નિવૃત્ત થતું નથી. જેમને જેમને પણ કોઈને કોઈ કાર્યમાં પ્રભુએ રોકેલા છે, અધિકારી બનાવેલા છે, એ અધિકારને કારણે કર્તૃત્વાભિમાન બનેલું જ રહે છે. તે નિવૃત્ત નથી થતું, એ જ એમની ગતિની અંદર પ્રતિબંધક બને છે. પદવીની પ્રાપ્તિ થવી એ એક એવી વસ્તુ છે કે જે માણસને છેલ્લે સુધી છોડતું નથી.
શ્લોક ૧૦ — યોગીઓ અને નારદ વગેરેની અક્ષરપ્રાપ્તિપાઠ: સુબોધિની શ્લોક ૧૦
પ્રતિભાગી વાચન: તેમની સાથે ફરનારા પણ પ્રકૃતિમાં જ લય પામે છે એમ નીચે કહે છે. એવમ પરત્ય ભગવંતમ અનુપ્રવિષટા તે યોગીનો જીતમ અરુણ મનસો વિરાગાહ ત એનેવ શાકમ ઋતમ પુરુષ પુરુષમ પુરાણમ બ્રહ્મ પ્રધાનમ ઉપા ઉપાંતય કથા અભિમાનાહ. એ મરણ પામીને જેમણે ભગવાનમાં પ્રવેશ કરેલો છે, એટલે જે સાત્વિક ભક્તો છે એની વાત કરે છે કે જે મરણ પામેલા એ ભગવાનમાં પ્રવેશ કર્યો અને જે યોગીઓએ વાયુ અને મન ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે તે વૈરાગ્યવાળા પુરુષો અભિમાન રહિત થયેલા ન હોવાથી, તેમની સાથે જ અમૃતરૂપ પ્રધાન પુરાણ પુરુષ બ્રહ્મનું બ્રહ્મને પ્રાપ્ત કરે છે, એટલે કે અક્ષરને પ્રાપ્ત કરે છે. 'પરેત્યમ્' મરણ પામીને એ આ જુદી વાત કરી છે કે, જે મરણ પામીને એટલે જે સાત્વિક ભક્તો છે તે, અથવા બીજા લોકમાં જઈને નારદ વગેરે અધિકારીઓએ ભગવાનમાં પ્રવેશ કરેલો છે. અને જે યોગીઓ એટલે યોગના અધિકારવાળા છે, તેઓ બ્રહ્મને પ્રાપ્ત કરે છે, એટલે અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરે છે. 'વૈરાગ્યવાળા' વિશેષણથી યોગના ફળ અને તેના ફળ જણાવેલા છે. તેના ફળ એટલે બ્રહ્મા સાથે ફરવાના ફળ અથવા તો બીજા લોકમાં જવાના ફળ. તે જેઓને પ્રાપ્ત થયેલો છે તેઓ તો બ્રહ્માની સમાન છે. તેથી તેમની જ બ્રહ્માની સાથે તેઓ અમૃતરૂપ એટલે કે અક્ષરરૂપ જગતનું મૂળ બનેલ પ્રકૃતિ અને પુરુષને ઉત્પન્ન કરનાર પ્રધાન ત્રણ પુરુષોથી જુદા 'બ્રહ્મ' શબ્દથી ઓળખાતા પુરાણ પુરુષને પ્રાપ્ત કરે છે. પરંતુ પુરુષોત્તમને પ્રાપ્ત કરતા નથી. 'અભિમાન રહિત થયેલા ન હોવાથી' શબ્દથી તેનું કારણ કર્યું. કારણ કે લોકોને 'હું કર્તા છું' એવું અભિમાન છે, એટલે લોકોને પુરુષોત્તમની પ્રાપ્તિ થતી નથી. નારદ વગેરે પોતાના કરતા પોતાને કર્તા માને છે, તેથી તેમનો અક્ષરમાં જ લય થાય છે. વળી તેઓ ફરી પાછા આવવાનું કહેશે, ફરી પાછું સૃષ્ટિનું કાર્ય કરવાનું છે, એટલે પ્રભુની આજ્ઞા એમને ફરી પાછું આવવાનું રહેશે. જો કે અક્ષર પણ ભગવાન જ છે, છતાં પણ તે સૃષ્ટિ રચવાની ઈચ્છાને વશ હોય છે. તેથી અક્ષર અને ભગવાનમાં ભેદ ન હોવા છતાં પણ અહીં કહ્યો તેટલો ભેદ હોવાથી અક્ષર પ્રાપ્ત કરેલા ફરી સંસારમાં આવે તેમાં દોષ નથી. તે સ્થાનનો નાશ થતો નથી એમ જણાવવા 'અમૃતમય' શબ્દ યોજેલો છે, એટલે કે અક્ષરનો નાશ થતો નથી. બીજા મતો ખોટા ઠરાવવા છે એમ જણાવવા બીજા મતો એટલે શંકરાચાર્ય વગેરેના મતો ખોટા ઠરાવવા પુરુષ શબ્દ યોજેલ છે. બીજા પુરુષો બાતલ થાય તે માટે 'પુરાણ' વિશેષણ યોજેલું છે, એટલે બીજા પુરુષો કે નાશવંત પુરુષો. પુરાણ પુરુષ એટલે અક્ષર એ પુરાણ પુરુષ છે, પરમેનેન્ટ છે, તે અક્ષર છે એમ જણાવવા 'બ્રહ્મા' શબ્દ યોજેલ છે. 'પ્રધાન' એટલે પ્રકૃતિ અને પુરુષનું કારણ તે પ્રકૃતિ અને પુરુષનું કારણ હોવાનું ૧૧ મા સ્કંધમાં જ્ઞાનમય પદાર્થ હતો એ સ્થળે કહેશે. પ્રધાન શબ્દનો અર્થ પ્રકૃતિ પ્રસિદ્ધ છે છતાં અહીં અક્ષર બ્રહ્મને કેમ પ્રધાન કહેલ છે એ જાણવાની ઈચ્છા થાય તેથી આ વાક્યથી તેનું તાત્પર્ય કહેલું છે. ભગવદગીતા ૧૪/૩ વાક્ય પ્રમાણે પ્રકરણના એટલે કે સારી રીતે ધિયતે એટલે મૂકવામાં આવે છે પ્રકૃતિ અને પુરુષરૂપ ગર્ભ જેમાં તે પ્રધાન. એતે પ્રમાણે અક્ષરને પ્રધાન કહે છે, તેથી તે બ્રહ્મ હોવામાં કાઈ પણ હાનિ નથી. ભગવદગીતાનું વાક્ય છે: 'મમ યોનિરહ્મ તસ્મિન ગર્ભમ્ દધામ્યહમ્'. હે ભાઈ ભારત, મહદ્ બ્રહ્મ મારી યોનિ છે, તેમાં હું ગર્ભ મૂકું છું, તેમાંથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. તેથી અક્ષરની ઉપાસના કરનારાઓને પણ પોતાનું સાયુજ્ય થાય છે એમ ભગવાન કહે છે. અક્ષરની ઉપાસના કરનાર એટલે બ્રહ્મા વગેરે, નારદ વગેરેને એમનું એનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. 'તેઓ મને જ પ્રાપ્ત કરે છે' (ભગવદગીતા ૧૨/૪) માં 'જ' શબ્દથી તેમનો અક્ષરમાં પ્રવેશ થતો ન હોવાનું કહેલું છે.
વક્તા વિવેચન:
- પ્રશ્ન: 'તેઓ મને જ પ્રાપ્ત કરે છે' એમાં 'જ' શબ્દથી તેમનો અક્ષરમાં પ્રવેશ થતો ન હોવાનું કહેલું છે, તો ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે એમ કહ્યું. તો ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત થવામાં પહેલા અક્ષર આવ્યો વચ્ચે. તો હવે એ અક્ષરમાં જ રહ્યા કે ભગવાનમાં ગયા? આમાં અંતર શું છે?
- ઉત્તર: એમનો અક્ષરમાં પ્રવેશ થતો નથી, એટલે કે પુરુષોત્તમમાં એમનો સાયુજ્ય થાય છે એવું અહીં કહેવા માંગે છે. પુરુષોત્તમજી પ્રશ્ન ઉઠાવે છે કે, અક્ષર પણ જો બ્રહ્મ જ હોય, તો અક્ષર સાથે સાયુજ્ય થતું નથી એમ કેમ કહેલ છે? એનું કારણ બ્રહ્માનંદ લક્ષ્મીરૂપ હોવાથી અને આનંદ ન હોય તો કાંઈ પણ ફળ થતું નથી. તેથી આમનો પણ ભગવાનમાં નિરોધ થાય છે, પરંતુ તેમના સંબંધવાળું ફળ મળતું નથી. તેમના સંબંધવાળું ફળ એટલે પુરુષોત્તમનું સ્વરૂપાનંદનું ફળ નથી મળતું. અભિમાન રહિત થયેલા ન હોવાથી, અહીં અભિમાન નથી તે નથી એમ કહેતા હોય. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી તો અહમ રહેવાનું જ. આવા અધિકારી જીવો, જેમણે ભગવાનની પદવી ઉપર બેસાડ્યા છે, તેમની પદવીની પ્રાપ્તિ થવી એ એક એવી વસ્તુ છે કે જે માણસને છેલ્લે સુધી છોડતું નથી. તેઓ એટલા વ્યસ્ત છે કે ભગવાનનું ભજન કરવાનો એને સમય પણ નથી મળતો. આવા બ્રહ્મા વગેરે તો કર્મમાં બંધાયેલા જ રહે છે અને પાછા આવે છે. અક્ષર કુમારથી તો બીજાઓનું ફળ પણ નીચેના શ્લોકમાં કહ્યું છે. નાનુભાઈ કહે છે કે, અક્ષર ભગવાન જ છે એમ સિદ્ધ કરવા જ આ વાક્ય યોજી હોવાનું જણાય છે. એટલે જે અક્ષરની ઉપાસના કરે છે, તે ભગવાનને જ પ્રાપ્ત કરે છે. તેથી અક્ષર ભગવાન જ છે એમ સિદ્ધ થાય છે. પુરુષોત્તમજી અહીં કહી રહ્યા છે કે, અહીંયા ભલે અક્ષરને પ્રાપ્ત થાય છે, તેમ છતાં પણ જે સૂક્ષ્મ ભેદ આટલો રહે છે કે એકનું નિરુદ્ધ થવું અને એકને સાયુજ્ય થઈને ભૂલમાં જે શબ્દ છે 'તદગત ફલ સંબંધઃ' – અક્ષરગત જે ફલ છે પુરુષોત્તમ, એની સાથે સંબંધ થવો એ બેમાં અંતર છે. ધામની પ્રાપ્તિ થાય પણ ધામી એ છેટો રહી જાય, તો એ જે અંતર છે તે અંતર અહીંયા અક્ષરમાં સાયુજ્ય પ્રાપ્ત કરનારો અને પુરુષોત્તમને પ્રાપ્ત કરનારો એ બેમાં અંતર છે. તૈતરીય ઉપનિષદમાં જે આનંદની ગણના કરેલી છે, ત્યાં 'શોત્રીયસ્ય ચાકામહતસ્ય' ત્યાં એ વાત બતાવી છે કે, કામથી જેને અંતરાય થયો નથી એવો વિદ્વાન જે બ્રાહ્મણ છે એને આ પ્રાપ્ત થાય છે. એટલે ત્યાં કહેવાનો મતલબ એ છે કે, તેટલો સ્વરૂપાનંદ જ પ્રાપ્ત થાય છે એવું ઉપનિષદનું કહેવું છે. તો આજે નિરુદ્ધ થયો છે એને કેવલ સ્વરૂપાનંદ પ્રાપ્ત થયો છે, ભજનાનંદની પ્રાપ્તિ થઈ નથી એવું એમ તાત્પર્ય છે. આમ, સ્વરૂપાનંદ અને ભજનાનંદમાં જ ભેદ છે ને અક્ષર અને પુરુષોત્તમનું આટલું જ ભેદ જાણવું.
શ્લોક ૧૧ — ભગવદાનંદની પ્રાપ્તિ માટે ભજનની આવશ્યકતાપાઠ: સુબોધિની શ્લોક ૧૧
પ્રતિભાગી વાચન:
- ભગવદાનંદની પ્રાપ્તિ: ભગવદાનંદ પ્રાપ્ત થાય તે માટે ભગવાનનું ભજન અવશ્ય કરવું જોઈએ એમ નીચેના શ્લોકમાં કહે છે. એ પ્રમાણે બ્રહ્માનંદથી અધિક હોવાનું સિદ્ધ થતા, તે પ્રાપ્ત કરવાનું સાધન કહે છે. આ પુરુષોત્તમજીનું છે. નાનુભાઈ કહે છે કે, ભગવદાનંદ સર્વથી અધિક હોવાથી તે પ્રાપ્ત કરવાનું સાધન ભજન કરવાનું કહે છે.
- વક્તા વિવેચન:
- વક્તાનું સ્પષ્ટીકરણ: પુરુષોત્તમજીના મતે બ્રહ્માનંદ અધિક છે, અને નાનુભાઈના મતે ભગવદાનંદ અધિક છે. ઉત્થાનિકા 'અતો ભગવત્ ભજનમ્ અવશ્યં કર્તવ્યં ભગવદાનંદાર્થં' એટલે આથી ભગવદાનંદની પ્રાપ્તિ માટે ભગવત્ ભજન અવશ્ય કરવું. પુરુષોત્તમજી કહે છે કે, 'બ્રહ્માનંદસ્ય આધિક્ય એવમ સિદ્ધે તદર્થં સાધનં વદંતિ'. આ રીતે બ્રહ્માનંદ અધિક છે એવું સિદ્ધ થયું. હવે તેના માટેનું સાધન કહે છે. 'તદર્થ' એટલે ભગવદાનંદાર્થં સાધનમ્ એવો અર્થ કરવો જોઈએ, નહીંતર મૂળથી વિરોધ થઈ જશે. બ્રહ્માનંદની અધિકતા તો બતાવી દીધી, હવે ભજનાનંદની પ્રાપ્તિ માટે સાધન બતાવી રહ્યા છે.
પ્રતિભાગી વાચન:
- પ્રેમથી શરણે જાઓ: અથૈનં સર્વભૂતાનાં હૃદ્યવસ્થિતપાલયમ્ । શૃણ્વન્ભાવયતો ભાવં તં ભજસ્વ ભવાભિની ॥ હવે હે ભામિની, સર્વ પ્રાણીઓના હૃદય કમલમાં જેમનો નિવાસ કરેલો છે, અને જેમનો પ્રભાવ સાંભળેલો છે, તેવા તેમને પ્રેમથી શરણે જાઓ.
- અભિમાનનો ત્યાગ: ઉત્તમ જ્ઞાન અથવા યોગ હોય છતાં પણ અભિમાન હોય ત્યારે કાર્ય સારી રીતે સિદ્ધ થતું નથી. જ્યાં સુધી આપણને ભલેને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું કે યોગ પ્રાપ્ત, પણ જો આપણામાં અભિમાન હોય, તો કોઈપણ કાર્ય સિદ્ધ થતું નથી. તેથી ભગવાનનું ભજન જ કરવું જોઈએ.
- નિષ્ફળતા ટાળવા: પરંતુ બ્રહ્મા વગેરેની પેઠે નિષ્ફળપણું થાય તે યોગ્ય નથી એવો જુદો અર્થ 'અથ' શબ્દથી જણાવે છે. એટલે કે ભગવાનનું ભજન કરવું જોઈએ, પરંતુ બ્રહ્મા વગેરેની પેઠે પ્રયાસનું નિષ્ફળપણું થાય તે યોગ્ય નથી. આ શ્લોકમાં કહેલ ફળરૂપ સ્વરૂપ દસમા શ્લોકમાં કહે તેથી જુદું છે, જે દસમા શ્લોકમાં કીધેલું ફળ તો એ તો બ્રહ્માનંદ છે, અક્ષરની પ્રાપ્તિ છે, તેના કરતા અહીંયા જુદું કહેલું છે.
- અંતર્યામીનું ભજન: તેમને એટલે કે પુરુષોત્તમને તે પ્રાપ્ત થાય તે માટે સર્વ પ્રાણીઓના હૃદયમાં જેમને નિવાસ કરેલો છે એમ કહેલું છે. કારણ કે અહીં પોતાના દેહમાં જ અંતર્યામીનું ભજન કરવાથી તેમની પ્રાપ્તિ થશે એવો ભાવ છે.
- મહાત્મ્ય શ્રવણ: જેમનો પ્રભાવ સાંભળેલો છે એ વિશેષણથી મંત્રના પ્રકારથી ભજન ન કરવાનું કહેલું છે, એટલે કે જે મંત્રની દ્વારા એટલે મંત્ર જાપ કરતા હોય તેવી રીતે નહીં, પણ જેનો પ્રભાવ સાંભળેલો છે એટલે ભગવાનના લીલાઓનું જે મહાત્મ્ય સાંભળેલો છે તેને એ સાંભળેલું છે એને એનું વિશેષણ કહ્યું છે કે ભગવાનના મહાત્મે પ્રભાવ જેમનો એટલે સાંભળેલો છે પ્રભાવ જેમનો એટલે કે જેનું મહાત્મ્ય સાંભળ્યું છે તેવા પુરુષોત્તમને શરણે જાઓ.
- પ્રેમલક્ષણા ભક્તિ: ભગવાનના મહાત્મ્યનું શ્રવણ કરી, ભગવત્ માર્ગ પ્રમાણે શરણ જાઓ. ભાવથી એટલે કે પ્રેમથી અથવા ભક્તિ સાથે શરણ જાઓ. ઉત્તમ સ્ત્રીને જ આ વિષયમાં વિશ્વાસ રહે તેથી 'હે ભામિની' એવું સંબોધન કર્યું છે, એટલે અહીં દેવહૂતિને ઉત્તમ સ્ત્રી તરીકે કહી રહ્યા છે.
શ્લોક ૧૩ — સગુણ બ્રહ્મની પ્રાપ્તિ અને તેનું ફળપાઠ: સુબોધિની શ્લોક ૧૩
પ્રતિભાગી વાચન: પોતાના કરતાં તેમની હલકી સ્થિતિ નથી એમ જણાવવા 'પુરુષ' અને 'ઉત્તમ પુરુષ' એમ કહેલું છે. પુરુષ એટલે વિરાટ તે પોતે જ છે. 'ઉત્તમ પુરુષ' તો પ્રકૃતિ પુરુષ છે. પુરુષોત્તમજી કહે છે કે 'પ્રકૃતિ પુરુષ' એટલે પ્રકૃતિનો પતિ પુરુષ. નાનુભાઈ કહે છે કે, પ્રકૃતિ જેમાંથી નીકળી તે અક્ષરરૂપ પુરુષ, જે શ્લોક સાતમાં કહે છે. તેથી અક્ષરરૂપ ઉત્તમ પુરુષ કહેલું છે. એટલે આ બે પુરુષ કરતાં પણ અક્ષર ઉત્તમ છે તેથી 'ઉત્તમ પુરુષ' એમ કહેલું છે. અહીં સગુણ બ્રહ્મને પ્રાપ્ત કરે છે એ એક વસ્તુ અહીં કહી રહ્યા છે.
વક્તા વિવેચન:
- વક્તાનું સ્પષ્ટીકરણ: અહીં 'પુરુષ' એટલે વિરાટ અને 'ઉત્તમ પુરુષ' એટલે પ્રકૃતિ પુરુષ. પોતાના કરતાં તેમની હલકી સ્થિતિ નથી એમ જણાવવા આ શબ્દો પ્રયોજેલા છે. એટલે આ બે પુરુષ કરતાં પણ અક્ષર ઉત્તમ છે. વિરાટ તે પોતે જ છે, એટલે કે બ્રહ્માજી પોતે જ છે. પ્રકૃતિનો પતિ પુરુષ, પ્રકૃતિ પુરુષ એટલે પ્રકૃતિ જેમાંથી નીકળી તે અક્ષરરૂપ પુરુષ. બ્રહ્માજીથી પણ પ્રકૃતિ પુરુષ ઉત્તમ એવું બતાવવા માગી રહ્યા છે. 'પુરાણ પુરુષ' એટલે વિરાટ, તે તો બ્રહ્મ જ કહેવાય. બ્રહ્માંડનો અભિમાની જે છે તે બ્રહ્મા. તે ઉત્તમ પુરુષ તો પ્રકૃતિ પુરુષ છે. પ્રકૃતિ પુરુષ જે છે, એ વિરાટના એટલે બ્રહ્મા જે છે, એ બ્રહ્માથી પણ ઉત્તમ એવું થયું ને? તો પુરુષ ઉત્તમ આ બ્રહ્મથી એ ઉત્તમ અને એનાથી ઉત્તમ અક્ષર ઉત્તમ પુરુષ, કે જેમાં અનેક બ્રહ્માંડો છે તે. સમષ્ટિ અંતર્યામી જે છે એ તત્વની દ્રષ્ટિથી છે અને જે નારાયણ છે એ સૃષ્ટિના કાર્યમાં એનું વ્યક્તિરૂપ છે.
શ્લોક ૧૪ — અક્ષર પ્રાપ્ત કરનારાઓનું પુનરાગમનપાઠ: સુબોધિની શ્લોક ૧૪
પ્રતિભાગી વાચન: ત્યાં જઈ ફરી સંસારમાં આવે છે એમ ૧૪ મા શ્લોકમાં કહે છે. તે બ્રહ્મા અક્ષરને પ્રાપ્ત કરીને પણ સરશૃત્ય સારી રીતે તેમાં પરિભ્રમણ કરી, ફરી પાછા સંસારમાં આવવાના સમયે, ઈશ્વરની મૂર્તિરૂપ કાલથી ગુણોમાં ખડભડાટ થાય ત્યારે, એટલે પ્રકૃતિ અને પુરુષ અક્ષરમાંથી બહાર નીકળે ત્યારે, અથવા બહાર નીકળતા ન હોય ત્યારે માત્ર ખળભળાટ થાય ત્યારે પહેલાની પેઠે, એટલે મહત્તત્વ વિગેરે દ્વારા બ્રહ્માંડ ઉત્પન્ન થાય તેમાં નારાયણની નાભીમાંથી નીકળેલા કમલમાંથી જેમ પહેલા ઉત્પન્ન થયેલા, તેમ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અક્ષરમાં પ્રવેશ કરેલા પણ ફરી સંસારમાં આવે છે એમ કહ્યું છે. એટલે કે ફરી સંસારમાં કેવી રીતે બ્રહ્માજી આવી રહ્યા છે, તો એ કહી રહ્યા છે કે એ અક્ષર સુધી તો પહોંચ્યા, પણ જ્યારે પાછો ભગવાનને કાળથી ગુણોથી ખડબડાટ કરે છે, ત્યારે ફરીથી સૃષ્ટિ રચવા માટે ભગવાન નારાયણની નાભીમાંથી કમલમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ જાય છે. અક્ષરમાં પ્રવેશ કરેલા પણ ફરીથી સંસારમાં આવે છે. સત્યલોક સુધીને પૂર્ણાવર્ત છે, એટલે સત્યલોક સુધી બ્રહ્મલોક સુધી જાય એ બધા પાછા આવે છે. અક્ષરબ્રહ્મમાં જ્ઞાનીઓ જાય છે, એમનો તો લય થઈ જાય છે. પરંતુ બ્રહ્માજી જે સૃષ્ટિ કાર્યમાં રોકાયેલા હોય એને પાછા ભગવાન ઉત્પન્ન કરે છે. આમાં લૌકિક ઉદાહરણથી સમજીએ તો, ઘણી જવાબદારીવાળું કામ જેના માટે હોય એ વ્યક્તિ એના સ્થાન પદથી કે કાર્યથી એટલું વધારે બંધાયેલો રહે છે કે નીચેનો વ્યક્તિ સમય ઉપર છુટ્ટી પડી જાય, પણ જેના માથે જવાબદારી છે, એ વ્યક્તિ પોતાનું સ્થાન છોડી ન શકે. રિટાયરમેન્ટ પછી પણ ક્યારેક કોઈ નવું કામ શરૂ કરવામાં આવે અને તેને સ્થાપિત કરવા માટે ફર્સ્ટ ક્લાસ અનુભવી ઓફિસરને ફરી પાછો બોલાવવામાં આવે કે તમે આ ગોઠવી જાઓ. તો એની પુનરાવૃત્તિ થયા કરતી હોય છે. તેવી રીતે અહીંયા પણ આ બ્રહ્મા વગેરે જે પદો ઉપર પહોંચેલા છે, એ બધા એવા છે કે જેને સૃષ્ટિ કાર્યમાં ફરીથી રિપીટ થયા કરતા હોય છે. પણ મહાપ્રલયની આ વાત નથી, પરંતુ જેને વૈકૃત પ્રલય કહે છે તે અવસ્થામાં આવું બધું થયા કરે છે.
શ્લોક ૧૫ — બ્રહ્માના ઐશ્વર્યને ભોગવીને પુનરાગમનપાઠ: સુબોધિની શ્લોક ૧૫
પ્રતિભાગી વાચન: બ્રહ્માજી વગેરે તો કહી દીધું કે આવી રીતે કર્મના થાય જ છે એ પાછા આવે છે અક્ષર કુમારથી તો બીજાઓનું ફળ પણ નીચેના શ્લોકમાં કહ્યું છે કે બીજાઓ જે કહેલા છે બ્રહ્મકુમાર સાથે એનું શું ફળ થયે છે તે કહે છે. ઐશ્વર્ય પારમેષ્ટયમ પ્રત્યેક્ષા ધર્મેણ નિર્મિતમ નિશ્ચય પુનરાયંતી ગુણવ્યતિ કરે શકી. તેઓના ધર્મથી પ્રાપ્ત થયેલા તે બ્રહ્માના ઐશ્વર્યને ભોગવી, જ્યારે ગુણોનો ખડભડાટ થાય છે, ત્યારે તેઓ પાછા સંસારમાં આવે છે. બ્રહ્માની સભામાં જે ઐશ્વર્ય પ્રસિદ્ધ છે, તેઓના નિવૃત્તિ ધર્મથી પ્રાપ્ત થયેલું આદિદૈવિક મહત્તત્વમાં અથવા અક્ષરમાં બ્રહ્મમાં ભોગવીને, જ્યારે ગુણોનો ખડભડાટ થાય છે, ત્યારે તેઓ પાછા સંસારમાં આવે છે. 'સતી' એટલે હે સતી એવું દેવહૂતિનું સંબોધન કરેલું છે. અથવા ઐશ્વર્ય અથવા બ્રહ્માનું સ્થાન પ્રાપ્ત કરે છે એવો અર્થ છે. એટલે હે સતી કહ્યું છે તે બુદ્ધિને સંબોધીને કહ્યું છે. ઐશ્વર્ય એટલે બ્રહ્માનું સ્થાન પ્રાપ્ત કરેલા છે એવો અર્થ છે. એટલે આ જે જ્ઞાન માર્ગ દ્વારા જે કહેલા છે અક્ષરમાં, એ લોકો બ્રહ્માની સભામાં જે ઐશ્વર્ય છે, એ પ્રાપ્ત કર્યું અને ભોગવીને પાછા એ સંસારમાં જ્યારે ગુણોનો ખડભડાટ થાય છે, ભગવાન સૃષ્ટિ કરવા ત્યારે પાછા એ સંસારમાં આવે છે.